Wednesday, September 7, 2011

'લગ્નને બે વર્ષ થયા પણ હજી સુધી સેક્સ નથી માણી શકી શું કરું'


કોને કહું?

પ્રશ્ન : મારા લગ્ન બે વર્ષ પહેલાં થયાં છે. તેમ છતાં હજી અમે ચોક્કસ સેક્સ સંબંધ માણી શક્યા નથી. શું તેનું કારણ હું નાની હોઇશ?

ઉત્તર : તમે તમારી ઉંમર જણાવી નથી તેથી ખ્યાલ ન આવે કે તમે કેવી રીતે નાનાં છો. હા, ઘણી સ્ત્રીઓના મનમાં સંબંધ બાંધવાની પ્રક્રિયા પીડાદાયક હોવાની વાત ઘર કરી ગઇ હોવાથી તેમને લાગે છે કે સંબંધ બાંધવાથી પીડા થાય છે અને પરિણામે તેઓ સહજતા અને સરળતાથી સંબંધમાં પતિને સાથ આપી શકતી નથી. તમે સંબંધ દરમિયાન તમારી અને પતિની સ્થિતિમાં ફેરફાર કરીને જુઓ.

પ્રશ્ન :મારી સગાઇ થઇ ગઇ છે અને મારા ભાવિ પતિ સંબંધ બાંધવા માટે આતુર છે. મને પણ એ પસંદ છે, પરંતુ હું અગાઉ એક છોકરા સાથે સંબંધ બાંધી ચૂકી છું. શું લગ્ન પછી મારા પતિને ખ્યાલ આવી શકે કે હું કુંવારી નથી? હું એને ગુમાવવા નથી ઇચ્છતી. મને યોગ્ય સલાહ આપશો.

ઉત્તર : તમે તમારા પતિને જણાવ્યું નથી કે તમે લગ્ન પહેલાં સંબંધ બાંધી ચૂક્યાં છો અને તમે કુંવારા નથી. જોકે આ અંગે જ્યાં સુધી તમે તમારા પતિને ન કહો ત્યાં સુધી કદાચ તેમને ખ્યાલ ન આવે એવું પણ બનવાજોગ છે. એવું જરૂરી નથી કે પ્રથમ વાર સંબંધ બાંધો ત્યારે રક્તસ્રાવ થાય અથવા તો સ્નાયુ સખત થઇ જવાથી દુખાવો થાય. આથી તમે નિશ્વિંત બની લગ્ન કરો.

પ્રશ્ન :મને કેટલાય વખતથી વારંવાર થોડું માસિક આવીને અટકી જાય છે. તેના લીધે મને સતત પેડૂના ભાગમાં દુખાવો થયા કરે છે. આવું કેમ થતું હશે? હું અપરિણીત છું. મને આના લીધે ચિંતા થાય છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉત્તર : તમારા જેવી સમસ્યા ઘણી અપરિણીત યુવતીઓમાં જોવા મળતી હોય છે, પણ સમય વીતવા સાથે આ તે હળવી થઇ જાય છે. તમે હજી અપરિણીત છો. લગ્ન થયા બાદ તમારા શરીરમાં અને હોર્મોનમાં હજી ફેરફાર થશે તેના લીધે પણ તમારી સમસ્યા મહદંશે હલ થઇ જશે. તેમ છતાં તમે ગાયનેકોલોજિસ્ટને બતાવી જુઓ.

પ્રશ્ન : હું વીસ વર્ષની છું. મને રાત્રે એવી ઇચ્છા થાય છે કે કોઇ મારી સાથે હોય અને ક્યારેક આખી રાત ઊંઘ નથી આવતી. હું કોઇના પ્રેમમાં નથી કે મનમાં ક્યારેય એવો વિચાર નથી આવ્યો. છતાં આવી ઇચ્છા થવાનું શું કારણ?

ઉત્તર : તમે કોઇના પ્રેમમાં નથી કે એવા વિચાર નથી કરતાં છતાં આવી ઇચ્છા થાય તેનું કારણ તમારી ઉમર અને તે સંબંધિત થતાં આંતરિક સ્રાવના ફેરફાર છે. તમે યોગ્ય પાત્ર શોધીને લગ્ન કરી લો. તમારી તમામ ઇચ્છા પૂરી થઇ જશે.